અમદાવાદ શહેરમાં વધતી ગરમી વચ્ચે હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા શ્રમજીવી વર્ગ, રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે ૨૦૦ લિટર ઠંડી મસાલા છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ સેવા અભિયાન અંતર્ગત અંદાજે ૧૦૦૦ ગ્લાસ છાશનું વિતરણ કરી લોકોને ગરમીમાંથી રાહત અને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો.