વિરમગામની કુમારશાળા નં 8માં ગણવેશ વિતરણ
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વિરમગામની કુમારશાળા નં-8ના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણ ફાઉન્ડેશનના 'એજ્યુકેશન ફોર ઓલ' કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું હતું. હેલ્પ્સ ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે જે હંમેશા એક વિચારને અનુસરે છે કે વ્યક્તિનું જીવન બદલવા માટે શિક્ષણ ખૂબ જ અગત્યનું પરિબળ છે. આ વિચારધારા સાથે વર્ષોથી આગળ વધતું આ ફાઉન્ડેશન ઉત્સાહપૂર્વક કાર્ય કરી રહ્યું છે.
સંસ્થા મુખ્યત્વે ત્રણ મહત્વના ક્ષેત્રોમાં કાર્યરત છે - શિક્ષણ, આજીવિકા અને સ્વાસ્થ્ય. આ ત્રણેય ક્ષેત્રોમાં સંસ્થા સમાજ સેવાના કાર્યો કરી રહી છે.
વિરમગામની કુમારશાળામાં આયોજિત આ ગણવેશ વિતરણ કાર્યક્રમ સંસ્થાના શિક્ષણ ક્ષેત્રના પ્રયાસોનો એક ભાગ છે. સંસ્થા દ્વારા શાળાના દરેક વિદ્યાર્થીને વિનામૂલ્યે ગણવેશ આપવામાં આવ્યા હતા
Read more